Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ચોળાફળીની ચટણી બનાવવાની રીત - Chorafali Chutney Recipe in Gujarati

#ChorafaliChutney #ચોળાફળીનીચટણી #ChorafaliNiChutney Recipe of Chorafali Ni Chutney | ચોળાફળી સાથે સર્વ કરવામાં આવતી ચટણી બનાવવાની રીત ચોળાફળીની ચટણી બનાવવાની રીત - બહાર જેવી ચોળાફળી ચટણી ઘરે બનાવવાની રીત મોટાભાગે ‘ચોળાફળી’ આપણે બહાર જ ખાતા હોઈએ છીએ કારણ કે ચોળાફળી ચટણી આપણા ઘરે બનાવતા ન હોવાથી। પરંતુ આખા પરિવારને ભાવતી હોવાથી તેને તમે ગમે તે સમયે બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. આજે આપણે તેની રીત જોઈએ. #ચટણી #ચોળાફળી #Chorafali ------------------------------------------------------------------------------------------------ તૈયારી નો સમય : 15 મિનીટ બનાવવા નો સમય : 15 મિનીટ ------------------------------------------------------------------------------------------------ સામગ્રી : 2 ચમચી - ચણાનો લોટ 2 ચમચી - દહીં મીઠું - સ્વાદ મુજબ 3 કપ - પાણી 1 ચમચી - હળદળ 3 નંગ - લીલા મરચા 1/2 કપ - કોથમીર 1/2 કપ - ફુદીનો બરફ - જરૂર મુજબ ------------------------------------------------------------------------------------------------ ચોળાફળી ચટણી બનાવવાની રીત - એક બાઉલ માં 2 ચમચી ચણાનો લોટ લો. તેમાં 2 ચમચી દહીં નાખો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે તેમાં 1 કપ પાણી ઉમેરી લોટ ને બરોબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં 1 કપ બીજુ પાણી ઉમેરી વલોણાં વડે બરોબર મિક્સ કરી લો. હવે તેમાં બીજુ 1 કપ પાણી ઉમેરી તેને મિક્ષ કરી લો. આપણે અહીં કુલ 3 કપ પાણી નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ એક કઢાઈ માં તૈયાર કરેલા મિશ્રણ ને ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ 1 ચમચી હળદળ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેને 4 થી 5 મિનિટ સુધી ફાસ ગેસ પર હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા દો. ત્યારબાદ એક બાઉલ માં 3 નંગ લીલા મરચા, 1/2 કપ કોથમીર, 1/2 કપ ફુદીનો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને જરૂર મુજબ પાણી ઉમેરી તેને મિક્ષચર માં ક્રશ કરી ફુદીના ની ચટણી બનાવી લો. નોંધ : ( જો ચોળાફળી ની ચટણી તીખી કરવી હોય તો 3 કરતા વધારે મરચાનો ઉપયોગ કરવો ) હવે ઠંડા થયેલા મિશ્રણ માં બનાવેલ ફુદીના ની 6 ચમચી ચટણી ઉમેરી બરોબર મિક્ષ કરી લો. જો ચટણી જાડી હોય તો તેને પાતળી કરવા માટે બરફ ઉમેરો અને તેને બરોબર મિક્ષ કરી ચોળાફળી સાથે સર્વ કરો. ------------------------------------------------------------------------------------------------ Chorafali Ni Chutney Banavta Sikho Chorafali Chutney Banana Sikhe Chorafali Tasty Chutney Traditional Recipe Chorafali Chutney Tasty Chutney Easytomake chutney GiniJony’s Kitchen Social Media Links Subscribe to GiniJony Kitchen's YouTube Channel | https://goo.gl/MrKn5s Like Facebook | https://goo.gl/1BUrgX

Comments