Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб આગળ વધવા માટે સતત શીખતા રહેવું તે એકમાત્ર ઉપાય છે - Kamlesh Yagnik, President, Sarvajanik University в хорошем качестве

આગળ વધવા માટે સતત શીખતા રહેવું તે એકમાત્ર ઉપાય છે - Kamlesh Yagnik, President, Sarvajanik University 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



આગળ વધવા માટે સતત શીખતા રહેવું તે એકમાત્ર ઉપાય છે - Kamlesh Yagnik, President, Sarvajanik University

સાર્વજનિક યુનીવર્સીટી સુરતના પૂર્વપ્રમુખ, SRK નોલેજ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ તથા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ તથા શિક્ષણ, ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે જેમનું નોંધનીય યોગદાન છે તેવા શ્રી કમલેશભાઈ યાજ્ઞિકએ શિક્ષણનું ભવિષ્ય અને ભવિષ્યનું શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. શિક્ષક દિને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રગતિ કરવા માણસે સતત શીખતા રહેવું જોઈએ. શિક્ષણથી અને સતત શીખવાથી માણસનો આંતરીક અને માનસીક વિકાસ થાય છે. સુદ્રઢ અને સુશિક્ષિત, આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ સારી શિક્ષણ વ્યવસ્થાને આધારે જ થઈ શકે. એટલે કે, શિક્ષણ એટલે આપણી આંતરીક શક્તિનો વિકાસ ભવિષ્યની શિક્ષણ વ્યવસ્થાની વાતો કરતા વધુ જણાવ્યું કે, AI ટેકનોલોજીથી બાળકો પોતાની જાતે શીખશે અને નવી સ્કીલનું ડેવલોપમેન્ટ પણ ટેકનોલોજીની મદદથી જાતે કરી શકશે. હાલના વૈશ્વિક ચિંતાજનક સમસ્યાઓ અને પ્રશ્નોથી નાથવા ‘શિક્ષણ’ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવી જરૂરી છે. જેનાથી જ વિદ્યાર્થીમાં સ્કીલ સાથેના નોલેજ થકી સુવિકસીત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. માણસમાં જો આંતરીક ચેતના જાગૃત થાય તો જ પ્રશ્નોને નિવારી શકાય. તમામ સમસ્યાઓના સમાધાનનું એકમાત્ર કેન્દ્ર ‘શિક્ષણ’ જ છે. જેથી રાષ્ટ્રના ભવિષ્યનો આધાર શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે. આ પ્રસંગે સ્ત્રી સશક્તિકરણ માટે અને ડાંગ વિસ્તારમાં બાળકોના શિક્ષણ માટે સક્રિય એવા ડો. અમીબેન યાજ્ઞિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક તબીબ તરીકે આર્થિક ઉપાર્જન માટે કાર્ય કરવાને બદલે આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કાર્ય કરનાર અને સ્ત્રી સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલ છે. એવા સાચા લોકસેવક દંપત્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. #education #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala ******************************************************************* ❋ Instagram :   / spss_surat   ❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat   ❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...   ❋ Twitter :   / official_spss   ❋ Youtube :    / @spss_surat   ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222

Comments