Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб પરિયાનું (પુર્વજોનું) પૂજન: કાનજી ભુટા બારોટ. Pariyanu Pujan. Kanji Bhuta Barot в хорошем качестве

પરિયાનું (પુર્વજોનું) પૂજન: કાનજી ભુટા બારોટ. Pariyanu Pujan. Kanji Bhuta Barot 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



પરિયાનું (પુર્વજોનું) પૂજન: કાનજી ભુટા બારોટ. Pariyanu Pujan. Kanji Bhuta Barot

પરિયાનું (પુર્વજોનું) પૂજન: કાનજી ભુટા બારોટ. Pariyanu Pujan. Kanji Bhuta Barot. કાનજી ભુટા બારોટના અમર સ્વરમાં પરિયા પૂજનની આ અતિ દુર્લભ કથાનું રેકોર્ડિંગ સમગ્ર વિશ્વમાં કોઈની પાસે નથી. જાણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળતા હોય એવું અનુભવ્યું. પોરબંદર પાસે આવેલ એક નાના ગામમાં રહેતા શ્રી લક્ષમણભાઈએ આ કથાનું વર્ષો પહેલા સ્પુલમાં રેકોર્ડિંગ કરેલું. તેઓ હાલ હયાત નથી. લક્ષ્મણભાઇએ આવું અતિ દુર્લભ રેકોર્ડિંગ અનેક સ્પુલોમાં કરેલું છે. આ સ્પુલ ડિજિટલ કરવા રાજકોટમાં રહેતા અમારા બીજા એક મિત્ર પાસે આવ્યું. અમારા મિત્ર પાસેથી આ સ્પુલો અને અમારા બે રીલ ટુ રીલ સ્પુલ પ્લેયરો રાજકોટથી કચ્છમાં માંડવી પાસેના ગામમાં રહેતા અમારા મિત્ર ઘનશ્યામસિંહ જાડેજા ડિજિટલ કરવા લઇ ગયા. ઘનશ્યામસિંહે ખુબ મહેનત કરીને સ્પુલને ડિજિટલ કર્યા. એની વેવ ફાઈલો એમણે અમને ક્લાઉડમાં અપલોડ કરીને મોકલી. અમે બધી ફાઈઓ ડાઉનલોડ કરી લીધી. ઓડિયોમાં સોફ્ટ્વેરથી થોડો ઘણો સુધારો કરીને આજે અમે કાનજી ભૂટા બારોટની અમર વાણીને વિશ્વમાં વહેતી મુકીયે છીએ. ઘનશ્યામસિંહ જાડેજાના અમે ખુબ આભારી છીએ. પરિયાનો અર્થ અને શબ્દપ્રયોગ: વડવા; બાપદાદા. વંશાવળી; ચોપડામાં માંડેલ બાપદાદાના નામ. પરિયાના પરિયા = પેઢી દર પેઢી. જે જાય જાવે તે ફરી ન આવે, પણ જો આવે તો પરિયાના પરિયા ચાવે એટલું ધન લાવે. - લોકોક્તિ. જાવે જે કો નર ગયો પાછો નાવે કોઈ, જો પાછો આવે તો પરિયા પરિયા ખાય. ભાવિ સંતતિ; ભવિષ્યમાં થનારાં સંતાન અને તેનાં સંતાન; વંશજો. ૧. પરિયાના પરિયા ઉકેલવા = (૧) કોઈના વડવાઓની નિંદા કરવી. (૨) પોતાના બાપદાદાનું ભૂંડુ બોલવું. ૨. પરિયાનું પાણી ખોવું = બાપદાદાની આબરૂને બટ્ટો લગાડવો.

Comments