Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Bhrigukund Ghumli || ભૃગૃ કુંડ ઘૂમલી || भृर्गृ कूड घूमली в хорошем качестве

Bhrigukund Ghumli || ભૃગૃ કુંડ ઘૂમલી || भृर्गृ कूड घूमली 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Bhrigukund Ghumli || ભૃગૃ કુંડ ઘૂમલી || भृर्गृ कूड घूमली

ભૃગુકૂંડ વીરદેવસિંહ પી જેઠવા આ વિસ્તારનું સૌથી મોટું અને પ્રાચીન ભૃગુસ્થળ ' ઘૂમલી ' છે ભૃગુકૂંડનું હાલ સાધુના નિવાસસ્થાનની બાજુનો મંડપ જેમા આજે ધુણો છે. તે મંદિર મૈત્રક છે.આજે હાલ તદન ભગ્ન હાલતમાં છે.આ મંદિરની માત્ર પીઠિકા જ બચેલી છે, અવશિષ્ટ રહેલી આ પીઠિકા મૈત્રકકાલીન ચૈત્યબારી શિલ્પો ધરાવે છે. સંભવતઃ આ વિષ્ણુ મંદિર હતું કારણ કે પીઠિકામાં ક્યાંય જલધારીની નિશાની જોવા મળતી નથી. છેલ્લાં દોઢ-બે હજાર વર્ષોના સંખ્યાબંધ અવશેષો ધરાવતા ઘૂમલીના સૌથી જૂની પૌરાણિક કથાઓ ભૃગુ ઋષિ સાથે સંકળાયેલી છે. અહી શિવમંદિરો સૌથી પ્રાચીન છે.તેમજ ભૃગૃપુત્રી ભાર્ગવી જે ભગવાન વિષ્ણુને પરણી હતી તેના અવશેષો પણ સમજી શકાય છે. શિવ શક્તિ ના રેખાંકનો તો ઘણા સ્થળે મળે છે. પણ અહીં જલધારી, શિવલિંગ અને સુદર્શન ચક્ર એક બીજામાથી પ્રગટ થતા હોય તેવા શિલ્પો પણ છે. હમણાં થોડાં નવાં બાંધકામો થયા છે. હાલ પુરાતત્વ અવશેષો ધરાવતા મુર્તિઓના ટુકડા એક ઓટા ઉપર ગોઠવી દીધા છે. પુરાતત્વ અને ધર્મશાસ્ત્રના અભ્યાસી માટે આ અવશેષો અતિ મૂલ્યવાન છે. ભૃગુકૂંડ આખો ઇંટોથી બંધાયેલો છે. એટલે તે મૂળના બૌદ્ધ વિહાર ઉપર સર્જન પામ્યો હોય તેવી એક સંભાવના પણ છે. ભૃગુકૂંડથી થોડે દૂર ઊંચાણમાં બૌદ્ધ વિહારના અવશેષો છે.પણ ભૃગુકૂંડમાં હાલ હયાત મુખ્ય મંદિરની પાછળ ત્રણ મૈત્રક ડેરીઓ, જે ડુંગર ઉપરથી ધસી આવેલા કાટમાળમાં દબાઈ ગયેલી છે. તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સાથે સંબંધિત સાતમી આઠમી સદીના અવશેષો છે.ભૃગુકૂંડના મારગે ભગ્ન વિશાળ હનુમાનમૂર્તિ અને ગણેશમૂર્તિ દસમી સદીના અવશેષો છે. આમ ભૃગુકૂંડ છેલ્લા દોઢ-બે હજાર વર્ષથી તો બ્રાહ્મણ પરંપરાનું- ભાર્ગવોનું સ્થાન હોવાનુ મનાય છે. સ્થાપત્યો..ઈતિહાસિક મંદિરો..અને ઈતિહાસિક જોવાલાયક સ્થળો ના લાઈવ વિડીયો જોવા માટે આ અમારી ચેનલ ને    / @virdevsinhjethwa2367   Subscribe કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી ચેનલ ઉપર અપલોડ થયેલા વીડિયો ની Notifications આપને મડતી રહે વીડિયો ને લાઈક શેર અને સસ્સકાઈબ કરો https://historyliterature.wordpress.com/ #Bhrigukund #Bardo #Ghumli #porbandar #bhanvad #virdevsinhjethwa #Jethwa #Jamnagar #Dvarka #travelig #Rajput #bardaHills

Comments